ત્રીજા તબક્કા માટે આઅજે નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે. આ દરમિયાન પરશોત્તમ રૂપાલા 16 તારીખના ફોર્મ ભરશે. જ્યારે સી. આર. પાટિલ 18 એપ્રિલના ફોર્મ ભરશે અને અમિત શાહ ફોર્મ ભરવાના અંતિમ દિવસે એટલે કે 19 એપ્રિલના ફોર્મ ભરશે.
લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન આઅજે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. આ દરમિયાન ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારે હવે આજથી જ ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ભાજપે ગુજરાત માટે તમામ લોકસભાની બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો પરની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી 19 તારીખે ફોર્મ ભરેશે. જ્યારે વિવાદ વચ્ચે રૂપાલા 16 તારીખે ફોર્મ ભરશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે.જેમાં આઅજે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપના ઉમેદવારોના ફોમ ભરવાની તારીખ નક્કી થઈ ચૂકી છે.
15 મી એપ્રિલના ૬ ઉમેદવારો ફોર્મ ભરશે જેમાં પોરબંદર બેઠક માટે ડૉ. મનસુખ માંડવિયા, સુરેન્દ્રનગર બેઠક માટે ચંદુભાઈ શિહોરા, અમદાવાદ પૂર્વ બેઠક માટે હસમુખ પટેલ, વલસાડ બેઠક માટે ધવલ પટેલ, ભરૂચ બેઠક માટે મનસુખ વસાવા અને પંચમહાલ બેઠક માટે રાજપાલસિંહ જાદવ ફોર્મ ભરશે
16મી એપ્રિલના રોજ રાજકોટ બેઠક માટે પરશોત્તમ રૂપાલા, કચ્છ બેઠક માટે વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક માટે રેખાબહેન ચૌધરી, પાટણ બેઠક માટે ભરતસિંહ ડાભી, સાબરકાંઠા બેઠક માટે શોભનાબહેન બારૈયા, મહેસાણા બેઠક માટે હરિભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક માટે દિનેશ મકવાણા, જૂનાગઢ બેઠક માટે રાજેશ ચુડસામા, ભાવનગર બેઠક માટે નિમુબહેન બાંભણિયા, આણંદ બેઠક માટે મિતેશ પટેલ, ખેડા બેઠક માટે દેવુસિંહ ચૌહાણ, દાહોદ બેઠક માટે જશવંતસિંહ ભાભોર, વડોદરા બેઠક માટે ડો. હેમાંગ જોશી, છોટાઉદેપુર બેઠક માટે જશુભાઈ રાઠવા, બારડોલી બેઠક માટે પ્રભુ વસાવા અને સુરત બેઠક માટે મુકેશ દલાલ ફોર્મ ભરશે.
17 એપ્રિલના રામ નવમીના દિવસે કોઈ ઉમેદવાર ફોર્મ નહીં ભરે જ્યારે 18 એપ્રિલના ત્રણ ઉમેદવારો ફોર્મ ભરશે. જેમાં નવસારી બેઠક માટે સી.આર પાટિલ, જામનગર બેઠક માટે પુનમ માડમ, અમરેલી બેઠક માટે ભરત સુતરીયા ફોર્મ ભરશે. આ ઉપરાંત ફોર્મ ભરવાના અંતિમ દિવસે એટલે કે 19 એપ્રિલના અમિત શાહ ગાંધીનગર બેઠક માટે ફોર્મ ભરશે.
જાણો ત્રીજા તબક્કાનો ચૂંટણી કાર્યક્રમ
જાહેરનામાની પ્રસિદ્ધિ થશે – 12 એપ્રિલ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 19 એપ્રિલ
ફોર્મ ચકાસણી – 20 એપ્રિલ
ફોર્મ પરત ખેંચી શકાશે – 22 એપ્રિલ
મતદાન – 7 મે 2024
મત ગણતરી/ પરિણામ – 4 જૂન 2024
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે – 6 જૂન