Search
Close this search box.

LOKSABHA ELECTION 2024 : BJPને રાહત, અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન

રાજકોટ શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા મામલે કાઠી ક્ષત્રિય સમાજ ભાજપના સમર્થનમાં આવતા આ મામલો હવે એક નવો વળાંક લઈ રહ્યો છે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણ ગોઠવાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ સર્જાયો હતો. જે મામલે પોતાના નિવેદનને લઈ પરશોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. ત્યારે હવે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી અને રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે.

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં કાઠી દરબાર સમાજની કમિટીની બેઠક મળી હતી. જેમાં કાઠી ક્ષત્રિય સમાજે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે ભાજપ અને પરસોતમ રૂપાલાની સાથે છીએ. અમે નિર્ણય કરી લીધો છે અને ભાજપ સાથે જ છીએ.

અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલાનું સમર્થન કર્યું છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખના નિવેદનથી હાલ તો ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર કમલમ્ કાર્યાલય ખાતે પરસોતમ રૂપાલાને કાઠી ક્ષત્રિય સમાજે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મંત્ર અને રામ મંદિર બનાવ્યું છે. 400 પારનો નારો છે તેને કારણે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છીએ. કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તે અમારે કોઈ જ લેવાનું નથી. અમે હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને રહેવાના છીએ.

Leave a Comment

Read More

Read More