દેશમાં લોકસભાની ચૂંટણી આવતા સપ્તાહથી શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. છેલ્લા અને સાતમા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.
ગુજરાતની તમામ 26 બેઠક, જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક કર્ણાટકની 14, મહારાષ્ટ્ની 11, મધ્યપ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર મતદાન થશે. મહત્વનું છે કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. 19 એપ્રિલે તેઓ ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરશે. તો નવસારીથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે.
7 મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 12 રાજ્યોની 94 બેઠકો પર શુક્રવારે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ વતી નોટિફિકેશન બહાર પાડ્યા બાદ આ પ્રક્રિયા શરૂ થઈ હતી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. ગુજરાતમાં શુક્રવારથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. ચૂંટણી પંચ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવાનો તબક્કો શરૂ થશે જે 19 એપ્રિલ સુધી ચાલશે. 20 એપ્રિલે નામાંકન પત્રોની ચકાસણી થશે, જ્યારે 22 એપ્રિલ સુધી નામ પરત ખેંચી શકાશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે.
“મતદાર જાગૃતિની એક અનોખી પહેલમાં, ચેન્નાઈમાં સ્કુબા ડાઈવર્સે સમુદ્રમાં ડૂબકી લગાવી અને નીલંકરાઈ ખાતે 60 ફૂટ પાણીની અંદર મતદાન પ્રક્રિયા હાથ ધરી,” ભારતના ચૂંટણી પંચે ટ્વીટ કર્યું.
12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 94 બેઠકો માટે શુક્રવારે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. 19મી એપ્રિલ સુધી નામાંકન કરી શકાશે અને સબમિટ કરાયેલા ફોર્મની 20મી એપ્રિલે ચકાસણી કરવામાં આવશે. મધ્યપ્રદેશના બેતુલની મુલતવી રાખવામાં આવેલી ચૂંટણીઓ માટે અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં આસામની 14, ઉત્તર પ્રદેશની 10, બિહારની પાંચ, છત્તીસગઢની સાત, ગુજરાતની તમામ 26 બેઠકો, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને મધ્યપ્રદેશની આઠ બેઠકોનો સમાવેશ થાય છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)