Search
Close this search box.

પુલવામામાં આતંકી છુપાયો હોવાની માહિતી મળતાં સેનાએ કરી ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ક્રોસ ફાયરમાં એક આતંકવાદી ફસાયા હોવાના સમાચાર છે. હાલ વિસ્તારમાં શોધખોળ ચાલુ છે.

પુલવામાના ફાસીપોરામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. સુરક્ષા દળોએ આતંકીને ઘેરી લીધો છે. સ્થાનિક આતંકવાદી છુપાયાના સમાચાર પર સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

આ પહેલા સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓએ એક બિન-સ્થાનિક ડ્રાઈવરને નિશાન બનાવ્યો હતો. આતંકવાદીઓએ રિસોર્ટ રૂમમાં ઘૂસીને ડ્રાઈવર કમ ગાઈડને ગોળી મારી દીધી હતી. ઘાયલ ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે બે વિદેશી પ્રવાસીઓને લઈને આવ્યો હતો.

ઈજાગ્રસ્તની ઓળખ ઉત્તરાખંડના દેહરાદૂનના રહેવાસી દિલ રણજીત સિંહ તરીકે થઈ છે. તે ઐતિહાસિક મુગલ રોડ પર પદપાવન હરપોરા સ્થિત રિસોર્ટમાં પ્રવાસીઓ સાથે રોકાયો હતો. આ રિસોર્ટ શોપિયાં શહેરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે.

Leave a Comment

Read More

Read More