Search
Close this search box.

MI VS RCB : મુંબઈએ જીત્યો ટોસ, બેંગ્લોરની ટીમ પ્રથમ બેટિંગ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં MIના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં MIના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી બેંગલુરુની ટીમ તેની છેલ્લી 3 મેચ હારી ગઈ છે. તેણે અત્યાર સુધી 5માંથી માત્ર એક જ મેચ જીતી છે. બીજી તરફ હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈની ટીમ પણ 4માંથી માત્ર એક જ મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં આ મેચ જીતીને બંને ટીમ પોઈન્ટ ટેબલમાં પોતપોતાની સ્થિતિ સુધારવા ઈચ્છશે.

મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા RCB પર ભારે રહ્યું

જો કે, રોહિત શર્માની મુંબઈ હંમેશા વિરાટ કોહલીની ટીમ બેંગલુરુ કરતા શ્રેષ્ઠ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 34 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 20માં જીત મેળવી છે. જ્યારે બેંગલુરુ 14માં જીત્યું છે. પરંતુ જો આપણે છેલ્લી 5 મેચો પર નજર કરીએ તો આમાં આરસીબીનો હાથ ઉપર હોવાનું જણાય છે. આરસીબીએ છેલ્લી 5 મેચમાંથી 4માં જીત મેળવી છે.

મુંબઈ vs બેંગલુરુ

કુલ મેચઃ 34

મુંબઈ જીત્યાઃ 20

બેંગલુરુ જીત્યાઃ 14

પ્લેઈંગ-11

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, આકાશ મધવાલ, ગેરાલ્ડ કોએત્ઝી અને જસપ્રિત બુમરાહ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, રીસ ટોપલી, વિજયકુમાર વૈશાક, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.

Leave a Comment

Read More

Read More