રાજ્યમાં અત્યારે ગરમીનો પારો સાતમાં આસમાને છે. અનેક જિલ્લામાં ઉકળાટ અનુભવાય રહ્યો છે. ભર ઉનાળે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદના વાતાવરણમાં થશે ફેરફાર અને આગામી દિવસોમાં વાદળછાયું રહેશે. જેમાં તારીખ 13, 14, 15 એપ્રિલે વરસાદની આગાહી છે.
રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 13, 14, 15 એપ્રિલે વરસાદની આગાહી છે. તેમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જેમાં 13 એપ્રિલે દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તેમજ 13 એપ્રિલે ભાવનગર, અમરેલી, સોમનાથમાં વરસાદની આગાહી છે. 14, 15 એપ્રિલે નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી છે.
કઈ તારીખે કયા પડશે વરસાદ ?
આગામી બે દિવસ બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે. વરસાદ સાથે ઠંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફુંકાવાની સંભાવના છે.
કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા જોડાયા ભાજપમાં
તાપમાનમાં થશે ઘટાડો
રાજ્યમાં આજથી પાંચમા દિવસે સાબરકાંઠા,મહીસાગર અરવલ્લી, દાહોદમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રણ દિવસ વરસાદ રહેશે. કમોસમી વરસાદને કારણે રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. વરસાદના પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં તાપમાનમાં ઘટાડો થશે. ત્યારે આજે રાજ્યમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 41.5 નોંધાયું છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તાપમાન ત્યારેસૌથી વધુ તાપમાના 41.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. અમદાવાદનું તાપમાન અત્યાર સુધી સૌથી વધુ તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.હાલ હિટવેવની શક્યતા નથી.