તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જયપુરની વિદ્યાધરનગર સીટ પરથી સીતારામ અગ્રવાલ કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમની સામે ભાજપની દિયા કુમારી હતી. આ ચૂંટણીમાં અગ્રવાલ દિયા કુમારી સામે જંગી મતોથી હારી ગયા હતા.
લોકસભા ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિએ વવેગ પકડ્યો છે. આ દરમિયાન રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાઓના ભાજપમાં જોડાવાની પ્રક્રિયા ચાલુ છે. એક પછી એક મોટા નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. આ દરમિયાન બુધવારે જયપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. વિદ્યાધર નગરથી કોંગ્રેસના બે વખતના ઉમેદવાર સીતારામ અગ્રવાલે ઘણા કાઉન્સિલરો સાથે ભાજપનું સભ્યપદ લીધું હતું.
લોકસભા ચૂંટણી પહેલા તોડજોડ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, પ્રદેશ ઉપાધ્યક્ષ નારાયણ પંચારિયા, પ્રદેશ મહાસચિવ શ્રવણ સિંહ બાગરી અને ઓમકાર સિંહ લખાવતે સીતારામ અગ્રવાલની સાથે આવેલા ત્રણસોથી વધુ કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી અને સ્વાગત કર્યું હતું. આ સાથે તેમણે તમામને ભાજપણું સભ્યપદ આપ્યું હતું.
ડેપ્યુટી સીએમએ આપ્યું આ નિવેદન
આ દરમિયાન સીતારામ અગ્રવાલે કહ્યું કે સવારનો ભૂલેલો સાંજે ઘરે આવી જાય છે, જોકે તેને આવતાં 10 વર્ષ લાગ્યાં. પરંતુ હવે અમે પીએમ મોદીના 400 પાર કરવાના નારાને સાકાર કરવામાં કોઈ કસર છોડીશું નહીં. તે જ સમયે, ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ કહ્યું કે જે રીતે આપણે કોરોનાથી આઝાદી મેળવી છે, તે જ રીતે રાજસ્થાનને પણ ટૂંક સમયમાં કોંગ્રેસથી આઝાદી મળશે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં અગ્રવાલ ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઓંકાર સિંહ લખાવત અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જયપુરની વિદ્યાધરનગર સીટ પરથી સીતારામ અગ્રવાલ કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમની સામે ભાજપની દિયા કુમારી હતી. આ ચૂંટણીમાં અગ્રવાલ દિયા કુમારી સામે જંગી મતોથી હારી ગયા હતા.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)