Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: મધુ શ્રીવાસ્તવનો ધડાકો, કહ્યું કોંગ્રેસ ટિકિટ આપવાથી ડરે છે !

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાશે. જેને લઈ 12 એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર થશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે. 20 એપ્રિલના એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે. ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. મતદાન 7 મી મે ના રોજ થશે. ગુજરાત સહિત દેશની તમામ બેઠકોનું પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે.

ચૂંટણીને લઈને રાજકીય માહોલ સતત ગરમ છે. આ દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી છે. આ દરમિયાન હવે 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવા માંથી રહી છે. આ દરમિયાન વાઘોડિયા બેઠક માટે એવી ચર્ચા ચાલી રહી છે કે, મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ મેદાને ઉતારે. આ દરમિયાન મધુ શ્રીવાસ્તવનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ મને ટિકિટ દેવાથી ડરે છે.

લોકસભાની ચૂંટણી સાથે પોરબંદર, માણાવદર, ખંભાત, વિજાપુર અને વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારની પસંદગી માટે સમીકરણો ચકાસી રહી છે. આ દરમિયાન વડોદરા ખાતે ગઇકાલે મધુ શ્રીવાસ્તવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક થઈ હતી. ત્યારે હવે મધુ શ્રી વાસ્તવને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, કોંગ્રેસને ડર છે કે, કોંગ્રેસ મધુભાઈને ટિકિટ આપે તો મધુભાઈને કોણ સંભાળશે? જે ભાજપનું નથી સાંભળતા તે બીજા કોનું સાંભળશે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાશે. જેને લઈ 12 એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર થશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે. 20 એપ્રિલના એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે. ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. મતદાન 7 મી મે ના રોજ થશે. ગુજરાત સહિત દેશની તમામ બેઠકોનું પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે.

Leave a Comment

Read More

Read More