દેશમાં આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના કારણે દેશ અને રાજ્યમાં અનેક કાર્યો અને પરિણામો ત્યારે બીજી અનેક વસ્તુઓની તારીખોમાં ફેરફાર થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં થોડા દિવસો પહેલા જ ધો. 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થઈ છે. પરીક્ષાના હજુ ગણતરીનાં દિવસો વીત્યા ત્યારે સંચાર આવ્યા છે કે એપ્રિલ માસનાં અંત સુધીમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર થયા બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે.
BOARD EXAM/ વહેલું આવી જશે ધો.10-12નું રિઝલ્ટ! પરિણામ બાદ શિક્ષકો લાગશે ચૂંટણીની કામગીરીમાં
દેશમાં આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના કારણે દેશ અને રાજ્યમાં અનેક કાર્યો અને પરિણામો ત્યારે બીજી અનેક વસ્તુઓની તારીખોમાં ફેરફાર થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં થોડા દિવસો પહેલા જ ધો. 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થઈ છે. પરીક્ષાના હજુ ગણતરીનાં દિવસો વીત્યા ત્યારે સંચાર આવ્યા છે કે એપ્રિલ માસનાં અંત સુધીમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર થયા બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની એક્જામ પૂર્ણ થયાના હજુ ગણતરીના દિવસો જ થયા છે. ત્યારે આ પરીક્ષાનું પરિણામ દર વર્ષે મે અથવા જૂન મહીનામાં જાહેર થતું હોય છે. ત્યારે આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ધો.10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જેને કામગીરી હવે પૂર્ણતાના આરે છે. મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણીને લઈને બોર્ડ દ્વારા પરિણામ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે. આવી શક્યતા છે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેશે. જેથી શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત કરી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે.
બોર્ડ દ્વારા પેપર ચકાસણી પૂર્ણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા તા. 11 માર્ચથી માર્ચ મહિના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થતા તરત જ બોર્ડ દ્વારા શિક્ષકોનાં મધ્યસ્થ મૂલ્યાંકન માટેનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ શિક્ષકો દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સમગ્ર રાજ્યમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતા હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે.
શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવા માટે રિઝલ્ટ જલ્દી કરાશે જાહેર
ગુજરાત બોર્ડ દર વર્ષે ધોરણ 10 અને 12નું પરિણામ મે મહીનાનાં અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરે છે. આ દેશમાં અને રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજવાની હોવાથી શિક્ષકોને ચૂંટણીની કામગીરીમાં લગડવા માટે બોર્ડે પરિણામને લગતી કામગીરી વહેલી પૂરી કરી દીધી છે. જેના પગલે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં રીઝલ્ટ જાહેર થઈ શકે છે. ત્યારબાદ તમામ શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોઈ દેવામાં આવશે.